Jai Shree Krushna to all devotees, for watching, posting comments, and expressing your feelings on Our Community Blog.I am very thankful to all of you.Welcome to Our Bhatia Community Blog to enjoy old memories of Param Pujya Shree Ramchandra Dongre ji Maharaj,Video of Shree Dongreji Maharaj Bhagwat Katha Total Parts....Part -1 to 91,Spl.Thanks to Mr.GOVINDLAL PATEL. ,including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.પૂજ્ય ડોંગરેજી મહારાજનો જન્મ ફાગણ સુદ ત્રીજ ને તારીખ ૧૫-૨-૧૯૨૬ને સોમવારના દિવસે તેમના મોંસાળ ઈન્દોરમાં થયોહતો.તેમનું અસલ નામ રામચંદ્ર કેશવ ડોંગરે હતું.તેમની માતાનું નામ કમલાતાઈ અને પિતાનું નામ કેશવ ગણેશ ડોંગરે હતું.તેમણે ભાગવત કથાનો આરંભ ઈ.સ.૧૯૪૮માં લક્ષ્મણ મહારાજના મઠ જાંબુબેટ,વડોદરામાં પ્રથમ સપ્તાહ કથાનો પ્રારંભ કર્યો.તેમણે ભારતમાં જુદા જુદા સ્થળોમાં લગભગ ૧૧૦૦ જેટલી ભાગવત કથાઓ કરી,આમ છતાં કથામાંથી પ્રાપ્ત ધન એમણે કદી લીધું નથી.આ ધનમાંથી ગૌશાળા,મહાવિદ્યાલય, હોસ્પિટલ,મંદિર,અન્નક્ષેત્ર,અનાથાશ્રમ જેવી સંસ્થાઓને નિભાવ માટે આપતા હતા.તેઓ તા.૮-૧૧-૧૯૯૦ ના રોજ સવારે ૯-૩૭ કલાકે અનેક ભાવિક ભક્તોની હાજરીમાં નડિયાદ મુકામે બ્રહ્મલીન થયા.તેમના પાર્થિવ દેહને તેજ દિવસે સાંજના ૫-૨૫ વાગે માલસરમાં નર્મદા નદીના પ્રવાહમાં જળસમાધિ આપવામાં આવી.માલસરમાં પાંત્રીસ વર્ષ સુધી પ્રત્યેક પોષ માસમાં તેઓ કથા કરતાં હતા.ખરેખર પૂજ્ય ડોંગરેજી મહારાજ ગુજરાતના તુલસીદાસ હતા.તેઓએ ભાગવત શાસ્ત્રને લોકભોગ્ય સરળ ગુજરાતી ભાષામાં અવતરણ કરીને ગુજરાતના ભાવિક ભક્તોની અનન્ય સેવા કરી છે.એમની ભાગવત કથાથી પ્રત્યેક ભાવિક ભક્તો સારી રીતે પરિચિત છે.જેથી તેમની કથાનો પરિચય આપવો એ સુરજ સામે દીવો ધરવા જેવું કાર્ય છે.